પાઠ 7

ઈશ્વર તેમના માટે જીવન જીવવાની આપણી લડાઈમાં અસરકારક સાધનો આપે છે. તેનો ઉપયોગ કર્યા વગર આપણે નિષ્ફળ જઈશું.

જીવન જટિલ છે. ખ્રિસ્તી ધર્મ એવો ધર્મ નથી જે તમને એ રીતે છુપાવી રાખે છે જેથી તમને નુકશાન ન થાય. તેના બદલે, ઈશ્વરે આપણા હૃદયમાં પ્રેમ પ્રગટાવ્યો છે અને તે પ્રેમની જ્યોત આપણને આપણે જેમાં જન્મ્યા હતા તે અંધકારમાં પ્રગટાવવાનું કહ્યું હતું. તેઓ જે રીતે દુનિયા આપણી પાસે જે રીતે જીવવાની અપેક્ષા રાખે છે તેના કરતા અલગ વાસ્તવિક જીવન જીવવાનું આપણને કહે છે.

જ્યારે આપણે ફરીથી જ્ન્મીએ છીએ ત્યારે આપણને આપણા બાકીના જીવન માટે સતત પોષણની જરૂર રહે છે. આપણે દરરોજ અનેક વાર ખાઈએ છીએ. આપણે દરરોજ ઘણા કલાકો સુઇએ છીએ. આપણે દરરોજ ઘણું બધું પાણી પીએ છીએ. ખોરાક, પાણી અને ઊંઘના આધ્યાત્મિક પ્રતિરૂપો બાઈબલનું વાંચન, પ્રાર્થના કરવી અને અન્ય લોકો સાથે તેની આરાધના કરવી એ છે.

દુનિયા ગંદી છે. આપણે પવિત્ર બનવું જરૂરી છે. જીવન જીવતી વખતે આપણે આપણા હૃદય ઉપર દરરોજ ગંદકી ફેંકવામાં આવશે. આપણી આંખો દ્વારા આપણે વિકૃતિ જોઈએ છીએ. આપણા કાન દ્વારા આપણે શ્રાપ સાંભળીએ છીએ. આપણા હાથ દ્વારા આપણે કાંટાનું દર્દ અને મિત્રોના ઘા અનુભવીએ છીએ. આપણી જીભ દ્વારા આપણે કડવા ઝેરનો સ્વાદ ચાખીએ છીએ. આપણા નાક દ્વારા આપણે મૃત્યુનો સડો સુંઘીએ છીએ.

ઈશ્વર આપણને ગંદકી ધોવા, અંધકાર દૂર કરવા અને આપણી આસપાસની દુનિયાને બદલવા માટે કયા સાધનો આપે છે?

પહેલું, આપણે અગાઉ ચર્ચા કરી છે તે મુજબ તેમણે બાઈબલમાં આપણા જીવન માટેના તેમના આયોજનને પ્રગટ કર્યું હતું. બાઈબલના લખાણને વાંચીને અને ઈશ્વરના ખાતરી દાયક વચને, આપણે આપણું મન શુદ્ધ કરાવ્યું છે અને આપણા હૃદયને મજબૂત બનાવ્યું છે.

બીજું, તેમણે આપણી અંદર પવિત્ર આત્મા મૂક્યો છે, તેથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ અને તેમને આપણને જવાબ આપતા અનુભવી શકીએ છીએ. આ બાબત આપણા વિશ્વાસને વધુ ગહન બનાવે છે અને આપણને અલગ જીવન જીવવાની અને દુનિયાને બદલવામાં મદદ કરવાની તાકાત આપે છે.

ત્રીજું, તેઓએ આપણને ભકિત માટે બનાવ્યા હતા. જ્યારે આપણે તેમની ભક્તિ કરીએ છીએ ત્યારે તેઓ આપણી ઈચ્છાઓ સંતોષે છે અને આ દુનિયાએ આપણને જે ઘા આપ્યા છે તેને મટાડવાનું શરૂ કરે છે.

ચોથું, તેમણે આપણને લોકો, પ્રાણીઓ અને એ દુનિયાને માણવા અને ચાહવા માટે બનાવ્યા છે જે તેમણે આપણને મર્યાદાઓની અંદર આપી છે. આપણે અન્ય લોકો સાથે રહેવાની અને કુદરતી દુનિયાને માણવાની પ્રાથમિકતા નક્કી કરવાની જરૂર છે.

આપણે એવા અન્ય લોકો સાથે સમય વિતાવવાની પ્રાથમિકતા નક્કી કરવાની જરૂર રહે છે જેઓને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને આપણી જેમ જ તેમને પ્રેમ કરે છે. આ બાબત આપણને પ્રોત્સાહિત કરે છે અને મજબૂત બનાવે છે. તે આપણને અસંતુલિત બનતા રોકે છે. આને ચર્ચ કહેવાય છે. ચર્ચ એ એક ઈમારત નથી જેની અંદર આપણે મળીએ છીએ અથવા કોઈ સેવા નથી જેમાં આપણે હાજરી આપીએ છીએ; ચર્ચ એ એવા લોકો છે જે ઈશ્વરને અને આપણને એમ બન્નેને પ્રેમ કરે છે. જેઓ ઈશ્વરને ચાહે છે એવા અન્ય લોકો સાથે સમય વિતાવવો (બાઈબલ વાંચવું, પ્રાર્થના કરવી, આરાધના કરવી અને બાઈબલમાં જે રીતે તેઓ આપણને જીવવાનું કહે છે તે રીતે જીવવામાં એકબીજાને મદદ કરવી) તે આવશ્યક છે.

ઘણા લોકોને એ જાણવાની જીજ્ઞાસા થઇ હશે એ અન્ય ખ્રિસ્તીઓને મળવું મહત્વનું હતું. પરંતુ બાઈબલ જણાવે છે કે આ જ મુખ્ય મુદ્દો છે. એક પ્રેમાળ સમુદાયનું નિર્માણ કરવા માટે ઈસુ ફરીથી જીવીત થયા હતા; એવો સમુદાય જે તેમનામાં વિશુદ્ધ થયેલો અને તેમના દ્વારા સંતુષ્ટ થયેલો છે. મૃત્યુમાંથી જીવીત થયા બાદ તેઓએ આ બાબત તેમના વર્તનમાં ઉદાહરણો દ્વારા સમજાવી હતી કે જ્યારે તેઓએ તેમના મિત્રો સાથે ખાધું હતું, તેમની સાથે ચાલવા ગયા હતા અને તેમના ખાનગી રૂમોમાં તેમની મુલાકાત લીધી હતી.

જો તે આપણા માટે પૂરતું ન હોય તો આ ઉત્તેજક વાર્તા કે જે એક પાદરીએ અમને કહી હતી તે મદદરૂપ બની શકે છે:

એક દિવસ એક માણસ એક પાદરી પાસે આવ્યો અને કહ્યું,” ફાધર, મારા ભાઈ પૌલે મારી સાથે અને બીજા બધા ખ્રિસ્તી સાથે સંબંધ કાપી નાખ્યો છે. તમારે જઈને તેની સાથે વાત કરવાની અને તેણે પાછા ફરવાની જરૂર છે એવું તેને સમજાવવાની જરૂર છે!”

પાદરી પૌલના ઘરે ગયા, દરવાજો ખખડાવ્યો અને તેમને અંદર આવવાનું કહેવામાં આવ્યું હતું.

અંદર ગયા બાદ તેમણે પૌલને જોરદાર આગની સામે તાકીને જોતો જોયો. તેઓએ મૌન અભિવાદનમાં માથું હલાવ્યું અને પાદરી પૌલની બાજુમાં બેસી ગયા અને આગની સામે જોવા લાગ્યા. થોડી ક્ષણો બાદ પાદરીએ ધાતુનો ચીપિયા લીધો, આગમાંથી એક સફેદ ગરમ કોલસો લીધો અને આગની બરાબર બાજુમાં પથ્થરના ભોયતળિયા ઉપર તેને મૂક્યો. તેમણે પૌલ તરફ માથું હલાવ્યું હતું, હસ્યા અને રાહ જોવા લાગ્યા. થોડીવાર પછી કોલસો એટલો ઠંડો થઇ ગયો કે તેમાં આગ બાકી બચી નહોતી.

પાદરીએ પૌલ તરફ માથું હલાવ્યું, કોલસાને પકડ્યો અને તેને ફરીથી આગમાં ફેંક્યો. થોડી ક્ષણો બાદ કોલસો ફરીથી સળગવા લાગ્યો. પાદરી હસ્યા, છેલ્લી વખત પૌલ તરફ માથું હલાવ્યું હતું અને જવા માટે ઊભા થયા.

આપણે તે કોલસો છીએ. આપણી આસપાસના અન્ય લોકોની સળગતી આગ વગર આપણે અંતે ઠંડા પડી જઈશું અને આપણી આગ ઠરી જશે. આપણે આપણું બાઈબલ વાંચવાની, પ્રાર્થના કરવાની અને આરાધના કરવાની ચીવટપૂર્વક દૈનિક આદત વિકસાવવાની જરૂર છે અને અન્ય ખ્રિસ્તીઓ સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપવાની જરૂર છે. તેથી આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીને આનંદપૂર્વક જીવન જીવવામાં એકબીજાને મદદ કરી શકીએ.

જો આપણે આ કરીશું તો ઈશ્વર આપણને મજબૂત બનાવશે, પ્રોત્સાહન આપશે અને આશીર્વાદ આપશે. ત્યારબાદ તેઓ આપણને એવા લોકોને સુવાર્તા આપવાની તકો આપશે જે લોકોને પણ તેની એટલી જ જરૂર છે જેટલી આપણે છે.

વધુ ઉંડાણમાં જાણો

ગલાતી 5:22-26, ગીત શાસ્ત્ર 121:1-8, અને 1 કરિંથી 12:20 - 13:13 વાંચો. શું એ વાત તમને સ્પષ્ટ છે કે ઈશ્વર આપણી પાસે કેવી રીતે જીવન જીવીએ એવું ઈચ્છે છે? તમે આ કાવ્યોમાં જે પ્રેમ વિશે વાંચ્યું હતું એ મુજબનું જીવન જીવવાની તમને તાકાત આપવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. આ પ્રકારના પ્રેમને વ્યવહારમાં મૂકવાની તમે શરૂઆત કરી શકો તેની એક રીત કઈ છે? તેને નોંધો, પછી જાઓ અને તેને કરો!

અગાઉના યાદી યાદી પછીનું