પાઠ 1

આપણા માટે શુભ સમાચાર છે. ઈશ્વર આપણને પ્રેમ કરવા, માફી આપવાનું વચન આપે છે. તે આપણને અનંત જીવન આપશે અને શેતાનથી મુક્તિ આપે છે. આપણે તેમના પર પ્રેમ અને વિશ્વાસ રાખીને તેમની આજ્ઞાઓ પાળીશું તો તેઓ તેમના ગાઢ મિત્ર બનવાનું વચન આપે છે.

શું તમે આના પર વિશ્વાસ કરો છો? શું તમે સમજો છો કે તમારા માટે આનો શું અર્થ છે?

બાઈબલ કહે છે કે આપણો જન્મ ઈશ્વરને પ્રેમ કરવા, તેમની આજ્ઞાનું પાલન કરવા અને હંમેશા ઈશ્વરનો આનંદ લેવા માટે થયો છે, પરંતુ આપણે એવું નથી કરી શકતા.

શા માટે?

કારણ કે આપણે બે રીતે તેમનાથી અલગ રીતે જન્મ્યા હતા.

પ્રથમ, આપણે તેને ઓળખતા નથી અને આપણે એવા કોઇ વ્યક્તિને પ્રેમ નથી કરી શકતા કે જેને આપણે ઓળખતા નથી.

બીજું, આપણો જન્મ એવી દૃષ્ટ ઇચ્છાઓ સાથે થયો છે જે આપણને જીવન, જ્ઞાન અને ઈશ્વરના પ્રેમથી જુદા કરે છે. આપણી દૃષ્ટ ઇચ્છાઓ મૃત્યુ, બીમારી, અન્યાય, યુદ્ધ — જીવનના તમામ દુ:ખોનું કારણ છે.

આપણી દૃષ્ટ ઇચ્છાઓ આપણને ઈશ્વરથી કેવી રીતે અલગ કરે છે?

દૃષ્ટતાનું મૂળ સ્વાર્થીપણું છે જે સંબંધોને નુકશાન કરે છે. પુરૂષ જેમ-જેમ તેની પત્નીની વધુ નજીક જાય છે તેમ તે વધુ સરળતાથી જાણી શકે છે કે તેના શબ્દો, કાર્યો, અને વિચારો કેવી રીતે તેણીને દુભાવી શકે છે. તો ઈશ્વર સાથેના આપણા સંબંધમાં પણ આવું જ હોય છે. આપણે જેમ-જેમ ઈશ્વરની વધુ નજીક જઈએ છીએ તેમ આપણે વધુ સમજી શકીએ છીએ કે દૃષ્ટતા આપણને તેમની સાથેની નિકટતાને કેવી રીતે તોડે છે.

ઈશ્વરથી આપણે જુદા હતા ત્યારે તેમનો જવાબ શું હતો?

ઈશ્વરે આપણી સાથેની નિકટ મિત્રતા ફરીથી સ્થાપિત કરવા માટે માણસ બનવાનું પસંદ કર્યું. તે માણસ ઈસુ હતા.

ઈશ્વર માટે માનવ બનવું શા માટે મહત્વનું હતું?

પ્રથમ, આપણી સાથે વ્યક્તિગત રીતે જોડાવા માટે. બીજું, આપણો આનંદ, દુખ અને સંઘર્ષનો અનુભવ કરવા માટે. ત્રીજું, આપણી જગ્યાએ મૃત્યુ પામીને આપણી દૃષ્ટતા માટે સજા સહન કરવા માટે. અને ચોથું, ફરીથી જીવીત થઈને આપણી દૃષ્ટતાને દૂર કરવા માટે, આપણને તેમની સાથે નિકટ મિત્રતામાં લાવવા માટે અને આપણને અંત ન આવે એવું જીવન આપવા માટે.

ઈસુએ મરી જવાનું પસંદ કર્યું હતું આંશિક રીતે એ સાબિત કરવા માટે કે ઈશ્વર દૃષ્ટને સજા કરે છે. આપણે દૃષ્ટને સજા કર્યા વગર જવા દે એવા ઈશ્વર ઈચ્છતા નથી. ઈસુનું મૃત્યુ એ ખાતરી છે કે ઈશ્વર આવું કરશે નહીં, કારણ કે તેમણે આપણી દૃષ્ટતા માટે તેમની જાતને સજા આપવાનું પસંદ કર્યું હતું, ભલે તેમણે ક્યારેય કશું ખોટું નહોતું કર્યું તો પણ.

તેમનો સૌથી મોટો હેતુ આપણને આપણી દૃષ્ટ ઈચ્છાઓમાંથી મુક્ત કરવાનો અને આપણું હૃદય પરિવર્તન કરવાનો હતો જેથી આપણે તેમની સાથેની શુદ્ધ મિત્રતામાં રહી શકીએ. આ એ જ છે જેને બાઈબલ “ફરીથી જન્મેલ” તરીકે સૂચવે છે. તેનો અર્થ છે કે સંપૂર્ણપણે બદલાઈ જવું, આપણી દૃષ્ટ ઈચ્છાઓની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વર સાથે નિકટ સંબંધમાં જીવન જીવવું.

તેનો અર્થ એ થાય કે ઈસુ આપણી સજા લઇ લે છે ત્યારે પણ શુભ સમાચાર બંધ નથી થતા.

બાઈબલ જણાવે છે કે ઈસુના મૃત્યુ પામ્યા પછી, તેઓ મૃત્યુમાંથી જીવીત થયા હતા અને હજુ પણ જીવીત છે. તેઓ આપણને એક બદલાયેલું જીવન આપે છે: આપણા નિરાશાજનક જીવનના બદલે તેમનું આદર્શ જીવન. જ્યારે આપણે આ અકલ્પનીય પ્રસ્તાવને સ્વીકારીએ છીએ ત્યારે તેમનો આત્મા આપણી અંદર વસવાનું શરૂ કરે છે અને આપણી દૃષ્ટ ઈચ્છાઓ તેમની ભલાઈ માટેની વધતી જતી ઈચ્છાથી ધીમે-ધીમે બદલાઈ જાય છે.

આપણને શુદ્ધ અને પૂર્ણ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવાય છે. જ્યાં સુધી આ જીવન પૂર્ણ નથી થતું ત્યાં સુધી આપણે પૂર્ણ નથી થતા. જોકે, પ્રક્રિયા તાત્કાલિક વ્યવહારૂ પરિણામો આપે છે.

એ પરિણામોને આત્માનું ફળ કહેવાવ છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. જો આપણે ખ્રિસ્તી હોઈએ તો, આ ગુણો આપણામાં વધતા રહેશે. જો આપણામાં નથી તો ઈશ્વરને શરણે જવાનો સમય હવે આવી ગયો છે અને બાઈબલ વાંચીને, દૃષ્ટતાને દૂર કરીને, પ્રાર્થના કરીને અને તેમની આરાધના કરીને તેમની નજીક જઈએ.

આપણે આત્માના ગુણો વિકસાવી શકતા નથી. આ માત્ર પવિત્ર આત્મા જ કરી શકે છે કે જ્યારે આપણે ઈસુ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરીએ છીએ.

બાઈબલ કહે છે કે આપણે આપણા ક્રોસને લેવાની અને ઈસુને અનુસરવાની જરૂર છે. આ શબ્દસમૂહ એ આપણા સ્વાર્થીપણાનું મૃત્યુ દર્શાવતું એક પ્રતિક છે. એકદમ એ રીતે જેમ ઈસુએ તેમનો ક્રોસ લીધો હતો (ત્રાસ આપવાનું સાધન!) અને તેની ઉપર લટકીને મૃત્યુ પામ્યા હતા, આપણે પણ આપણા સ્વાર્થીપણાના મૃત્યુ માટે પ્રતિકાત્મકરૂપે આવું જ કરવું જોઈએ.

આ શા માટે મહત્વનું છે? કારણ કે આપણી સ્વાર્થી ઈચ્છાઓ ઈશ્વરની ઈચ્છાઓ સાથે સંઘર્ષમાં છે. ઈસુને સંપૂર્ણ શરણાગતી અને વિશ્વાસની જરૂર છે. તેઓ જણાવે છે કે આપણે ઈશ્વરની ઈચ્છા માટે આપણી સ્વાર્થી ઈચ્છાઓ બદલીએ. આ ઈશ્વર અને તેના માણસો પ્રત્યેની વિનમ્ર સેવા દ્વારા, આપણો પ્રેમ બતાવવા માટે છે.

જ્યારે આપણે ઈશ્વરને શરણે જઈએ છીએ અને ઈશ્વરને આપણા એક માત્ર તારણહાર તરીકે પસંદ કરીએ છીએ ત્યારે તેઓ આપણને તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત અને ઈચ્છા આપે છે. તે તેમને તે હવા બનવા દેવા જેવું છે જે હવાને આપણે શ્વાસમાં લઈએ છીએ. ઈસુને શ્વાસમાં લો. ઈસુને શ્વાસમાં બહાર કાઢો. ફરી વાર કરો. દરરોજ કરો. આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી. તે એ છે જે આપણને તે ભરોસો કરવાની હિંમત આપે છે કે જ્યારે તેઓ આપણને આપણા દુશ્મનો સાથે પ્રેમથી વ્યવહાર કરવાની આજ્ઞા આપે છે જેમાં તેઓ આપણને તેમ કરવામાં મદદ કરશે.

ઈસુ સાથેનો આપણો સંબંધ એ આપણે અનુભવી શકીએ એવો ગાઢ સંબંધ છે કારણ કે તેમનો આત્મા આપણી અંદર છે. આ સંબંધ તમે ઈશ્વર પર વિશ્વાસ કરતા હોવાથી અને તેમની આજ્ઞાનું પાલન કરતા હોવાથી તમારું જીવન બદલી નાખશે. પછી, જ્યારે તમે ભૂલો કરશો ત્યારે તેઓ તમને ઈશ્વરનો આદર કરવામાં મદદરૂપ થશે.

તમને એ જાણવાની જીજ્ઞાસા થઇ શકે કે આ પ્રકારનું જીવન તમને સામાન્ય જીવન જીવતા રોકશે કે કેમ. અમને એ જણાવતા આનંદ થાય છે કે ઈશ્વરને પ્રેમ કરવાથી અને આજ્ઞાનું પાલન કરવાથી ઈશ્વરની શાંતિ અને જીવનમાં આનંદ માણવા માટે આપણે સક્ષમ બની શક્યા છીએ.

આપણે આ જીવનમાં ક્યારેય પણ દૃષ્ટ ઈચ્છાઓમાંથી સંપૂર્ણપણે મુક્ત નથી થતા અને આપણે હજુ પણ ભૂલો કરીએ જ છીએ તેમ છતાં ઈસુ માટેનો આપણો પ્રેમ આપણી દૃષ્ટ ઈચ્છાઓને નબળી પાડે છે જેથી તે તેની તાકાત ગુમાવી દે છે. ઈશ્વર આ એટલા માટે કરે છે કે આપણે તેમનો, દુનિયાનો અને તેમણે આપણને પવિત્રતામાં આપેલ સંબંધનો મુક્તમને આનંદ માણી શકીએ.

આપણામાંથી મોટા ભાગના લોકોને જે વચન માનવું મુશ્કેલ લાગે છે તે એ છે કે ઈશ્વર આપણી ઈચ્છાઓ બદલે છે. તેઓ આ કરે છે. તે હકીકત છે. અન્યથા શુભ સમાચાર એ શુભ સમાચાર બનશે નહીં.

શા માટે ખ્રિસ્તીઓ વધુ સારું જીવન નથી જીવતા?

દરેક ખ્રિસ્તી દૃષ્ટતાથી મુક્ત જીવન જીવી શકતો હતો, પરંતુ એવી ક્ષણો હોય છે જ્યારે આપણે એ કરવાની ના પાડીએ છીએ. કેટલીક વાર આપણે ખ્રિસ્તી બન્યા પછી પણ, આપણે ઈસુની તુલનામાં દૃષ્ટતાને પસંદ કરીએ છીએ.

અમુક લોકો દૃષ્ટતામાંથી મુક્તિનો અનુભવ કરવાથી વંચિત રહી જાય છે કારણ કે તેઓ એ માનતા નથી કે એવું શક્ય હોય છે અથવા ઈશ્વર તે આપે છે. અન્ય લોકો દૃષ્ટતાથી મુક્ત જીવન જીવવાની ના પાડે છે કારણ કે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. કારણ કે તેના માટે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ, સતત શરણાગતિની જરૂર છે.

આનો શું અર્થ થાય છે?

આપણે ઈશ્વરને શરણે જઈએ પછી, આપણને શરણાગતિ ચાલુ રાખવાની આજ્ઞા આપવામાં આવે છે. આ સતત થવું જરૂરી છે કારણ કે આપણા બધાનું વલણ સ્વાર્થીપણા તરફ પાછા ફરવાનું હોય છે. બાઈબલ આ વલણને પાપનો પ્રકાર કહે છે. તે આપણી અંદર આપણે જન્મ્યા તે દિવસથી આપણે મૃત્યુ ન પામીએ તે દિવસ સુધી હોય છે.

જેમ આપણે ઈશ્વરને માનતા જઈએ અને વિશ્વાસ રાખતા જઈએ, દૃષ્ટતાથી દૂર થતા જઈએ, પ્રાર્થના કરતા જઈએ, આરાધના કરતા જઈએ, બાઈબલ વાંચતા જઈએ અને અન્ય ખ્રિસ્તીઓ સાથે સમુદાયમાં જોડાતા જઈએ તેમ-તેમ આપણી અંદર વસેલો ઈસુનો આત્મા આપણી ઈચ્છાઓ બદલવાનું શરૂ કરે છે અને પાપની પ્રકૃતિમાંથી આપણને ઉત્તરોત્તર સ્વતંત્રતા આપે છે.

વૃદ્ધિ સમય માંગી લેતી હોય છે. આ પ્રક્રિયામાં આશા છોડી ન દેશો. અને વૃદ્ધિની ધીમી ગતિને વૃદ્ધિ ન થવાનું બહાનુ ન બનાવશો.

ઈશ્વરનો આદર કરવાથી એવો આનંદ અને શાંતિ મળે છે જે આ દુનિયામાં ક્યાંય નહીં મળી શકે. આપણે દૃષ્ટતાથી માત્ર એટલા માટે દૂર નથી જતા કારણ કે દૃષ્ટતા ખરાબ છે; આપણે દૃષ્ટતાથી દૂર ઈશ્વર દ્વારા સંતુષ્ટિ મેળવવા માટે જઈએ છીએ.

ઈશ્વર આપણને તેમના મહિમા માટે કામ કરવામાં તેમની સાથે જોડાવા માટે બોલાવે છે. આપણે તેમના શરણે જઈએ પછી તેઓ આપણને આ સુંદર મિત્રતા બીજા લોકોને સુવાર્તા આપવાની પ્રેરણા આપે છે, જેને પ્રચાર કહેવાય છે, અને તેમને શીખવે છે કે તેનો અનુભવ કેવી રીતે કરવો, જેને શિષ્યત્વ કહેવાય છે.

તેઓ આપણને જે આપે છે તે એટલું સારું છે કે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે તેના વિશે બીજા લોકોને વાત કરતા આપણી જાતને રોકી શકતા નથી. આપણે એક વાર રસ લઈ અને જોઈ લઈએ કે ઈશ્વર સારા છે, તો આપણે સ્વાભાવિક રીતે લોકોને જણાવવા ઈચ્છીશું જેથી તેઓ આપણને આપવામાં આવી છે એ સ્વતંત્રતા અને આનંદ અનુભવી શકે.

ફરીથી, અહીં શુભ સમાચાર (શુભ સંદેશ!) છે: ઈશ્વર આપણને પ્રેમ કરવા, માફી આપવાનું વચન આપે છે. તે આપણને અનંત જીવન આપશે અને શેતાનથી મુક્તિ આપે છે. આપણે તેમના પર પ્રેમ અને વિશ્વાસ રાખીને તેમની આજ્ઞાઓ પાળીશું તો તેઓ તેમના ગાઢ મિત્ર બનવાનું વચન આપે છે. જો આપણે આપણા જીવનના અંત સુધી વફાદાર રહીશું તો ઈશ્વર આપણને એક નવું શરીર આપવાનું વચન આપે છે જે દૃષ્ટતા ઈચ્છાઓ, મૃત્યુ અને નિરાશાના અભિશાપથી સંપૂર્ણપણે મુક્ત હશે જેથી આપણે કાયમ માટે તેમની સાથે જીવી શકીએ.

ખરાબ સંદેશ એ છે જે કોઈ વ્યક્તિ ઈશ્વરના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે તેઓ અનંત શિક્ષા અને ઈશ્વરથી અલગતા ભોગવશે જેને આપણે સૌએ આપણી દૃષ્ટતા દ્વારા મેળવ્યું હતું.

ઈશ્વરના શુભ સમાચાર અને જ્યારે આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ ત્યારે જે થાય છે તેનો ખરાબ સંદેશ એ સુવાર્તાને આપણા જીવનમાં સૌથી વધુ મહત્વનું સત્ય બનાવે છે.

આપણું અસ્તિત્વ ઈશ્વરનો મહિમા કરવા અને કાયમ માટે તેમનો આનંદ માણવા માટે છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે આપણે આપણી જાતને આનંદ આપતા જીવન અને ઈશ્વરને આનંદ આપતા જીવન વચ્ચે પસંદગી કરવાની છે. સત્ય એ છે કે દૃષ્ટ ઈચ્છાઓને શરણે જવાથી આપણે બહુ લાંબા સમય સુધી ખુશ નથી રહેતા. દૃષ્ટતામાં આનંદ લેવાથી હતાશા, આત્મ-સમ્માનની નિરાશાજનક લાગણી અને વિનાશક, દૃષ્ટતા વર્તણુંકની આદત બની જાય છે. દૃષ્ટતા આપણા ઉપર હાવી થઈ જાય છે, આપણો આનંદ ઝુંટવી લે છે અને આપણને ખાલીપણા અને એકલતામાં ધકેલી દે છે. તે આપણને ગુલામ બનાવે છે.

જ્યારે આપણે દૃષ્ટતાના ગુલામના બદલે ઈશ્વરની ભલાઈમાં ઈચ્છુક સેવકો તરીકે આપણી જાતને જોવાનું પસંદ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઈશ્વરની હાજરી અને સુવાર્તામાં તેમણે આપણને જેનું વચન આપ્યું છે એ ઉમદા ભેટો આપણને એવો આનંદ અને સ્વતંત્રતા આપે છે જેને કોઈ છીનવી શકતું નથી.

તેના માટે બધું જ આપવું જોઇએ. તેમની તમામ ક્ષમા, જીવન અને પ્રેમાળ કૃપા માટે આપણી તમામ અવજ્ઞા.

આ યાદ રાખવાનો સૌથી સરળ રસ્તો એ મુક્તિ કવિતા છે:

ઈસુ તમે આપ્યા પ્રાણ કુસ પર
ઉઠ્યા ફરી બચાવવા સહુને
કરો માફ હવે મારા પાપોને
બનો તારણહાર, બનો મારા મિત્ર
બદલો જીવન મારું હવે કરો નવું
કરો મદદ, તમારા માટે જીવું

વધુ ઉંડાણમાં જાણો

યોહાન અધ્યાય 17 વાચો, જે એક પ્રાર્થનાની નોંધ છે જે પ્રાર્થના સીધી ઈસુએ મૃત્યુ પામતા પહેલા તમારા અને મારા માટે કરી હતી. ઈસુએ જે કહ્યું હતું તે અંગે તમને રસ પડે એવી કોઇપણ વિગતો નોંધવાનો પ્રયત્ન કરો, પછી તેને વાંચો અને અન્ય ખ્રિસ્તી સાથે તમારા પ્રશ્નોની ચર્ચા કરો. તમારા માટે પ્રાર્થના કરી રહેલા ઈસુ વિશે તમે વ્યક્તિગત રીતે શું વિચારો છો?

અગાઉના યાદી યાદી પછીનું

This website uses cookies to ensure you get the best experience on our website.

By continuing to use this site, you agree to our use of cookies.